સેનાનું વાહન રસ્તા પરથી લપસીને ખીણમાં ખાબકતાં 9 જવાનો શહીદ

0
345
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ (Ladakh) ના લેહ જિલ્લામાં શનિવારે સાંજે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી જતાં 9 સૈનિકો શહીદ થયા હોવાના સમાચાર છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. પાંચ વાહનોનો કાફલો હતો જેમાંથી એક વાહનને અકસ્માત નડ્યો હતો.લેહથી લગભગ 150 કિલોમીટર દૂર કિયારીમાં આ અકસ્માત થયો હતો. આ સ્થળ ન્યોમા પાસે છે, જે ચીનની સરહદની નજીક છે. આ અકસ્માત સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે બન્યો હતો.