હજ યાત્રીઓ માટે આવી ખુશખબર….

0
262

આ વર્ષે હજ યાત્રીઓ માટે એક ખુશખબર આવી છે, કેમ કે સઉદી અરબે એક મોટો નિર્ણય કર્યો છે. આ વર્ષના હજ માટે તીર્થયાત્રીઓની સંખ્યાની મર્યાદા ખતમ કરતા સઉદી અરબે સોમવારે ઘોષણા કરી છે કે, હવે વધારે સંખ્યામાં લોક ધાર્મિક યાત્રા કરી શકશે. એટલું જ નહીં સઉદીએ વય મર્યાદા પણ હટાવી દીધી છે. એટલે કે, હવે કોરોનાની પહેલાની માફક યાત્રા કરી શકશો.2019માં તીર્થયાત્રામાં લગભગ 2.5 મિલિયન લોકોએ ભાગ લીધો હતો. જો કે, કોવિડ 19 મહામારીના પ્રસારના કારણે તીર્થયાત્રીઓની સંખ્યા આગામી બે વર્ષ માટે ઓછી કરી દીધી હતી. આ અગાઉ 5 જાન્યુઆરીએ સઉદી અરબના હજ અને ઉમરાહ મંત્રાલયે ઘોષણા કરી હતી કે, આ વર્ષ હજ કરવા ઈચ્છુક દેશવાસીઓ તીર્થ માટે અરજી કરી શકે છે. મંત્રાલયે કહ્યું હતું કે, સ્થાનિક નિવાસીઓ માટે હજ પેકેજની ચાર સિરીઝ મળી રહેશે.

અરબ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, તીર્થયાત્રા માટે અરજી કરનારા લોકો પાસે જૂલાઈના મધ્ય સુધી માન્ય રાષ્ટ્રીય અને નિવાસી ઓળખાણ પત્ર હોવું જોઈએ. તો વળી તીર્થયાત્રા પાસે કોવિડ 19 અને મૌસમી ઈન્ફુલએંજા રસીકરણ પ્રમાણપત્ર હોવું જોઈએ. સાથે જ સઉદી અરબના હજ અને ઉમરાહ મંત્રાલયે પણ તમામ અરજીકર્તાઓને સીધા પોતાની વેબસાઈટના માધ્યમથી રજીસ્ટ્રેશન કરવા એકથી વધારે અરજી માટે એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ નહીં કરવા માટે આહ્વાન કર્યું છે.