હરિદ્વારમાં ગંગા નદીમાં CDS જનરલ રાવત અને તેમની પત્નીના અસ્થિઓનું દીકરીઓએ વિસર્જન કર્યું

0
531

તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘનામાં દેશના સૌપ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને તમની પત્ની સહિત 13 જવાનોના નિધન થયા હતા. શુક્રવારે સીડીએસ જનરલ રાવત અન તેમના પત્ની મધુલિકા રાવતના અંતિમ સંસ્કાર નવી દિલ્હીમાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે તેમની દીકરીઓ કૃતિકા અને તારિણી દ્વારા માતા-પિતાના અસ્થિનું વિસર્જન હરિદ્વાર ગંગા નદીમાં કરવામાં આવ્યું હતું.ગઈકાલે નવી દિલ્હીમાં કેન્ટમાં બરાર સ્ક્વેર ખાતે કરાયેલા અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ચીફ જસ્ટિસ એનવી રમના, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત વિશેષ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં લશ્કરના 800 જવાનોની હાજરીમાં 17 તોપની સલામી સાથે દેશના સૌપ્રથમ સીડીએએસ જનરલ બિપિન રાવતને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં વાયુસેનાના એમઆઈ17વી5 હેલિકોપ્ટરમાં વેલિંગ્ટન જઈ રહેલા સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 13 લોકોના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાની ટ્રાઈ સર્વિસ તપાસ ગ્રુપ દ્વારા તપાસ હાથ ધરાશે. હાલમાં આર્મીની ત્રણેય પાંખના અધિકારીઓનું એક ગ્રુપ આ દુર્ઘટનાની તપાસ કરી રહ્યું છે. આ તપાસ એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વ હેઠળ ચાલી રહી છે. આર્મીએ પણ આ અંગે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે તપાસ ઝડપથી આગળ વધી રહી છે અને જ્યાં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી લોકોએ ખોટી અફવાઓથી બચવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here