હવે સિંગાપોર અને દુબઈને ટક્કર આપશે ઈન્ડિયાના એરપોર્ટ્સ !

0
258

ભારત સરકાર એક રાષ્ટ્રીય નીતિ બનાવી રહ્યું છે જેના કારણે તે પોતાના એરપોર્ટ્સને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ હબ બનાવી શકે. ભારત આવા એરપોર્ટ બનાવીને સિંગાપોરના ચાંગી અને દુબઈના એરપોર્ટને સ્પર્ધા પૂરી પાડશે. જોકે, તેના માટે ઘણી બધી બાબતો સરળ બનાવવી પડશે અને એક સાથે ઘણા મંત્રાલયોએ કામ કરવું પડશે. તો આ લક્ષ્યાંક હાંસલ કરી શકશે. ટ્રાન્ઝિટ હબ એટલે આવશ્યકપણે વિશાળ વિસ્તારમાંથી પેસેન્જરની માંગને એકત્ર કરવા અને વિશ્વભરના મોટા શહેરો માટે બહુવિધ ડાયરેક્ટ ફ્લાઈટ્સ પૂરી પાડવાના કેન્દ્ર બિંદુ તરીકે સેવા આપે છે. હાલમાં યુરોપ અને ઉત્તર અમેરિકા જતા ભારતીય પ્રવાસીઓમાં મોટા ભાગના લોકો વિદેશી એરલાઈન્સ અને દુબઈ, અબુધાબી તથા દોહા જેવા વિદેશી હબ પર આધાર રાખે છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “એરલાઈન્સ અને એરપોર્ટ્સ માટે આ આવકનું મોટુ લીકેજ છે. ભારતીય એવિયેશન ઈકોસિસ્ટમ લાંબા અંતરના આંતરરાષ્ટ્રીય ટ્રાફિકમાં વૃદ્ધિનો લાભ ઉઠાવવા સક્ષમ નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, “એર ઈન્ડિયા અને ઈન્ડિગો તેમના આંતરરાષ્ટ્રીય ટ્રાફિકને વિસ્તૃત કરે છે, તે સાથે સરકાર આ વ્યાપક નીતિ સ્થાપિત કરવા પ્રેરિત છે. એકીકૃત નીતિ વિવિધ મંત્રાલયો વચ્ચે સહયોગને સુવ્યવસ્થિત કરશે અને સુસંગત નિયમો ઘડવાની સુવિધા આપશે. અધિકારીએ સમજાવ્યું હતું કે, સુરક્ષા નિયમો અને ઈમિગ્રેશન ગૃહ મંત્રાલયના અધિકારક્ષેત્રમાં આવે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ અધિકારો વિદેશ મંત્રાલય દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું સંચાલન કરશે. આમ એકીકૃત માળખાની જરૂરિયાત જરૂરી છે.

અસરકારક હબ એરપોર્ટના મુખ્ય ઘટકોમાં વ્યૂહાત્મક સ્થાન, મજબૂત એરલાઈન હાજરી અને આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક ફ્લાઈટ્સ વચ્ચે કાર્યક્ષમ કનેક્શનનો સમાવેશ થાય છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયા જેવી એરલાઈન્સ પોતાની જાતને મજબૂત બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી રહી છે. સરકારની આ નીતિ એવા ક્ષેત્રોને લક્ષ્ય બનાવશે કે જેમાં સુધારાની જરૂર છે. આ પોલિસી જે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવાની છે તેમાં ઝડપી ફ્લાઈટ કનેક્શન્સ માટે સુરક્ષા નિયમોમાં સુધારો, ઈમિગ્રેશનનો વેઈટિંગ પીરિયડ ઘટાડવા અને એરપોર્ટ ટર્મિનલ કનેક્ટિવિટી વધારવા જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સરળ એરપોર્ટ કનેક્ટિવિટી માટે ઓળખાયેલા પડકારોમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઝોન વચ્ચે ટ્રાન્ઝિશન કરતી વખતે ડબલ સુરક્ષા તપાસની જરૂરિયાત, માત્ર પ્રસ્થાન શહેરમાં જ ઈમિગ્રેશન ફરજિયાત અને ઈમિગ્રેશન કાઉન્ટર પર મેનપાવરની અછતને દૂર કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.