સ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની સફળતા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના અમેરિકી પ્રવાસનાં બીજા ચરણ અંતર્ગત ન્યૂયૉર્કમાં છે. પીએમ મોદીએ યૂએનમાં જળવાયુ પરિવર્તન પર એક સત્રને લંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, “અમે પર્યાવરણની રક્ષા માટે પગલા ઉઠાવ્યા છે. અમે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે.” પીએમ મોદીએ અહીં એસડીજી અને વૈશ્વિક સ્વાસ્થ્યનાં સત્રમાં ભાગ લેશે.
તેમણે કહ્યું કે, “યૂએનની આ ઇમારતમાં અમે ભારત દ્વારા લગાવવામાં આવેલા સોલર પેનલ્સનું ઉદ્ઘાટન કરીશું.” તેમણે કહ્યું કે વાત કરવાનો સમય પૂર્ણ થઇ ચુક્યો છે. સમય છે કે દુનિયા હવે કામ કરે.” પીએમ મોદીએ કહ્યું કે, “અમે લોકોએ જળ સંરક્ષણ માટે જળ જીવન મિશનની શરૂઆત કરી છે. રેન વૉટર હાર્વેસ્ટિંગ પર પણ કામ કર્યું છે. આવતા કેટલાક વર્ષોમાં ભારત જળ સંરક્ષણનાં કામો પર 50 મિલિયન ડૉલર ખર્ચ કરશે.”
વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કર્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં 74માં વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ રાખવા પીએમ મોદી ન્યૂ યૉર્ક પહોંચ્યા છે. પીએમ અહીં અન્ય સત્રોની સાથે સાથે જળવાયુ પરિવર્તન, એસડીજી અને અન્ય વૈશ્વિક સ્વાસ્થ્યનાં સત્રોમાં ભાગ લેશે.
વડાપ્રધાન મોદી રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા અને ક્લાયમેટ ચેન્જમાંથી બહાર આવવા માટે 24 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રમાં 50 કિલોવોટના ગાંધી સોલર પાર્કનું ઉદ્ધાટન કરશે. ભારતે સોલર પેનલ અને ગ્રીન રૂફ પ્રોજેક્ટ માટે 10 લાખ ડોલરની ભેટ આપી છે, જે અંતર્ગત યુએનની કાર્યાલયની છત પર સોલર પેનલ લગાવવામાં આવશે. જ્યારે 27 સપ્ટેમ્બરે મોદી મહાસભાને સંબોધિત કરશે. તેમના ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદી કાશ્મીર મુદ્દા સિવાય રોજગાર, નોકરી, સુરક્ષા, ઉર્જા અને આંતકવાદ જેવા મુદ્દાઓ ઉઠાવશે.