‘હાઉસફુલ 4’ના એડિટર નિમિશની મોત

0
1435

બોલીવુડના જાણીતાં સાઉન્ડ એડિટર નિમિશ પિલંકરનું 29 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. રિપોર્ટ્સ પ્રમાણે, નિમિશ હાઇ બ્લડ પ્રેશરના દર્દી હતા, જેને કારણે તેમને બ્રેન હેમરેજ થયું હતું. અક્ષય કુમારે નિમિશના નિધન પર શોક વ્યક્ત કર્યું છે.

અક્ષયે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “નિમિશ પિલંકરના નિધનના સમાચાર વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું, તે પણ આટલી નાની ઉંમરમાં. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.” નિમિશ સાઉન્ડ એડિટર હતો અને ‘રેસ 3’ ‘હાઉસફુલ 4’ અને ‘મરજાવા’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

ચર્ચાઓ પ્રમાણે નિમિશને ગોવામાં થયેલા 50માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન વધારે કામ કરવાને કારણે હાઇ બ્લડ પ્રેશર થયું. જેના કારણે તેના મગજ પર અસર થઈ અને તેનું બ્રેન હેમરેજ થઈ ગયું અને તેનું નિધન થઈ ગયું.

જણાવીએ કે અક્ષય એક જ એવો એક્ટર છે જેણે નિમિશ પિલંકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેના સિવાય ડાયરેક્ટરથી લઈને એક્ટર્સ સુધી કોઇએ પણ નિમિશને શ્રદ્ધાંજલિ આપી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here