‘હીરામંડી’માં સ્પેશ્યલ સૉન્ગ માટે રેખાને અપ્રોચ કરી સંજય લીલા ભણસાલીએ

0
264

સંજય લીલા ભણસાલીએ વેબ-સિરીઝ ‘હીરામંડી’માં સ્પેશ્યલ સૉન્ગ પર્ફોર્મ કરવા માટે રેખાને અપ્રોચ કરી છે. સંજય લીલા ભણસાલીની એવી ઇચ્છા હતી કે આ સિરીઝમાં રેખા અગત્યનો રોલ કરે, પરંતુ રેખાની મરજી નહોતી કે તે સિરીઝમાં કામ કરે. જોકે સંજય લીલા ભણસાલી રેખાને આ સિરીઝમાં દેખાડવા માગે છે. આ જ કારણ છે કે સંજય લીલા ભણસાલીએ સ્પેશ્યલ સૉન્ગ માટે રેખા સાથે વાતચીત શરૂ કરી છે. સંજય લીલા ભણસાલી કંઈ પણ કરીને રેખાને આ સિરીઝમાં ભલે નાનો ભાગ કેમ ન હોય પણ દેખાડવા માગે છે. વેબ-સિરીઝ ‘હીરામંડી’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થવાની છે. એમાં સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, હુમા કુરેશી અને મનીષા કોઇરાલા જોવા મળશે. હવે એ જોવું રહ્યું કે રેખા ‘હીરામંડી’માં તેની દિલકશ અદા દેખાડે છે કે નહીં.