હું પાત્રને પૉઝિટિવ કે નેગેટિવની દૃષ્ટિએ નથી જોતો : બૉબી દેઓલ

0
281

બૉબી દેઓલે જણાવ્યું છે કે તે પાત્રોને પૉઝિટિવ અથવા નેગેટિવની દૃષ્ટિએ નથી જોતો. તેણે પ્રકાશ ઝાની વેબ-સિરીઝ ‘આશ્રમ’માં સાધુનો રોલ કર્યો હતો અને ફિલ્મ ‘લવ હૉસ્ટેલ’માં તેણે એક નિર્દયી હત્યારાની ભૂમિકા ભજવી હતી. સાથે જ રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘ઍનિમલ’માં તે નેગેટિવ રોલમાં દેખાવાનો છે. નેગેટિવ કૅરૅક્ટર ભજવવા વિશે બૉબી દેઓલે કહ્યું કે ‘હું પાત્રોને પૉઝિટિવ કે પછી નેગેટિવની દૃષ્ટિએ નથી જોતો. હું જ્યારે કોઈ ફિલ્મો જોઉં તો હંમેશાં એક જ પાત્ર દિલમાં વસી જાય છે અને હું એ પાત્ર ભજવવા માગું છું.’નેગેટિવ રોલ ભજવવા કપરા લાગે છે એવું પૂછવામાં આવતાં બૉબી દેઓલે કહ્યું કે ‘હું એને ભજવવાનો પ્રયાસ કરું છું. હું સંદીપ વાંગાની ‘ઍનિમલ’માં રણબીર કપૂર અને પરિણિતી ચોપડા સાથે કામ કરી રહ્યો છું. ત્યાર બાદ હું મારી ફૅમિલીની ફિલ્મ ‘અપને 2’ કરવાનો છું. એને લઈને હું ખૂબ ઉત્સુક છું.’