Home Hot News હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન CM મમતા બેનર્જીને પીઠ અને પગમાં થઈ ઈજા

હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન CM મમતા બેનર્જીને પીઠ અને પગમાં થઈ ઈજા

0
179

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ખરાબ હવામાનને કારણે સિલિગુડી નજીક સેવોક એરબેઝ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, આ દરમિયાન તેમને ઇજા થઈ હતી.પશ્ચિમ બંગાળ ના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ના હેલિકોપ્ટરનું ખરાબ હવામાનને કારણે મંગળવારે સિલિગુડી નજીક સેવોક એરબેઝ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટીએમસી ચીફ મમતા બેનર્જી ને પગ અને પીઠમાં ઈજા થઈ હતી.સીએમ બેનર્જીને એસએસકેએમ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં ડૉક્ટરો તેમની તપાસ કરી રહ્યાં છે.  તેમને ચાલવામાં તકલીફ થઈ રહી છે. તેમ છતાં તેમણે વ્હીલ ચેર લેવાની ના પાડી હતી.પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને જલપાઈગુડીમાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ બાગડોગરા એરપોર્ટ જઈ રહ્યા હતા. ત્યાર પછી તેમનું હેલિકોપ્ટર બૈકુંથપુરના જંગલોની ઉપરથી ઊડતી વખતે ખરાબ હવામાન વાળા વિસ્તારમાં પહોંચ્યું હતું,જલપાઈગુડીમાં એક રેલીને સંબોધતા, મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે કેન્દ્રમાં સરકાર માત્ર વધુ છ મહિના જ ચાલશે કારણ કે દેશમાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં લોકસભાની ચૂંટણીઓ યોજાશે. આ દરમિયાન, તેમણે BSF ગોળીબારમાં કથિત રીતે માર્યા ગયેલા લોકોના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર અને નોકરી આપવાની જાહેરાત કરી હતી.