ઇમરાન અને મલ્લિકા વચ્ચે ૨૦ વર્ષ જૂના મતભેદનો અંત આવ્યો

0
228

ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતના ૨૦ વર્ષ જૂના મતભેદનો અંત આવ્યો છે. આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં તેઓ બન્ને સાથે જોવા મળ્યાં હતાં. ૨૦૦૪માં આવેલી ‘મર્ડર’થી તેમની વચ્ચે મતભેદની શરૂઆત થઈ હતી. તેઓ શૂટિંગ દરમ્યાન અને શૂટિંગ બાદ પણ વાત નહોતાં કરતાં. ફિલ્મના પ્રમોશન બાદ તેમની વચ્ચે ગેરસમજ થવાનું શરૂ થયું હતું અને તેમના મતભેદ વધતા ગયા હતા. ત્યાર બાદ બન્નેએ એકમેકથી અંતર રાખ્યું હતું. જોકે હવે જૂની વાતોને ભૂલીને તેઓ પણ આગળ વધ્યાં હોય એવું લાગી રહ્યું છે.