नमस्ते TRUMP લાઈવ  : નરેન્દ્ર  મોદી સહિત સમગ્ર અમદાવાદ અને લાખો ગુજરાતીઓ ટ્રમ્પના આગમનની પ્રતીક્ષામાં 

0
1164

જગત જમાદાર ટ્રમ્પના ગુજરાત આગમનને લઈને સમગ્ર અમદાવાદ થનગની રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીથી લઈ ગુજરાતનો સામાન્ય નાગરિક તેમની રાહ જોઈ રહ્યો છે. PM મોદી થોડી જ વાર પહેલાં અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. આ વચ્ચે જ ટ્રમ્પે હિન્દી ભાષામાં ટ્વિટ કરી કહ્યું કે હું થોડી જ કલાકોમાં અમદાવાદ પહોંચી રહ્યો છું. રાજ્યાપાલ ,મુખ્યમંત્રી સહિત તમામ અધિકારીઓ એરપોર્ટ પર ટ્રમ્પ અને મેલેનિયાના સ્વાગત માટે ઉભા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. ગુજરાતી કલાકારોની મોટેરા સ્ટેડિયમમાં ધૂમ, કિર્તીદાન ગઢવીએ નગરમેં જોગી આયો કહીને છેડ્યા સૂર તો કિંજલ દવેએ મોદી જી ગુજરાતી… ગાંધીજી ગુજરાતી ઉપર સ્ટેડિયમના લોકોને ઝુમાવ્યા.

બનાસકાંઠાના ઢોલીઓ ઢોલ વગાડી ટ્રમ્પનું સ્વાગત કરશે. 1000 લોકો અમદાવાદ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરશે. ભારતભરમાંથી આમંત્રીતો અમદાવાદ આવી પહોંચ્યા. રોડ શોમાં 28 સ્ટેજ પર અલગ અલગ રાજ્યોમાં જોવા મળી રહ્યો છે ધમધમાટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમનની ઈંતેજારી બતાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here