અંતરિક્ષ ઇતિહાસમાં ભારતની નવી ઉડાણ, પ્રાઇવેટ રોકેટ વિક્રમ-એસનું લોન્ચિંગ સફળ

0
389

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)-શ્રીહરિકોટામાં પોતાના કેન્દ્રથી દેશનું પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક આજે બપોરે બરાબર 11-30 કલાક લોન્ચ કરવામાં આવ્યું. વિક્રમ-એસના લોન્ચ બાદ 89.5 કિલોમીટરની ઊંચાઈ સુધી ગયું અને તમામ માપદંડો પર ખરુ ઉતર્યું. આ રોકેટ ત્રણ પેલોડ લઈને ગયુ  છે. ચાર વર્ષ જૂના સ્ટાર્ટ-અપ સ્કાઇરુટ એરોસ્પેસના વિક્રમ-એસ રોકેટના પ્રથમ પ્રક્ષેપણ માટે તૈયારી પહેલાથી કરી લીધી હતી. આ દેશના અંતરિક્ષ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રનો પ્રવેશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરો અને તેના તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

વિક્રમ-એસ રોકેટને વિકસિત કરવા માટે સ્ટાર્ટઅપ સ્કાઇરુટ એરોસ્પેસે એક ટ્વીટમાં જાહેરાત કરી કે, ‘‘લોન્ચ કરવામાં આવ્યું! વિક્રમ-એસે આકાશને સુશોભિત કરનાર ભારતના પ્રથમ ખાનગી રોકેટના રુપમાં ઇતિહાસ રચ્યો છે. આ મહત્વપૂર્ણ અવસર પર અમારી સાથે રહેવા માટે આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ.’’ ઇસરોએ ટ્વીટર પર જાહેરાત કરી કે, ‘મિશન પ્રારંભ સફળતાપૂર્વક પુર્ણ થયું. અભિનંદન.’’