અંતે, ઘી ના ઠામમાં ઘી…!! મનપાનું કરવેરા વિનાનું બજેટ મંજૂર…!!

0
30

ગાંધીનગર મહાનગરપાલિકાની મંગળવારે મળેલ સામાન્ય સભામાં રજૂ કરાયેલ સ્ટેન્ડીંગ કમિટી દ્વારા સુધારા
સાથેના તૈયાર કરેલ કરેલ વર્ષ ૨૦૨૫-૨૬નારૂા.૧૭૧૮ કરોડના બજેટને સર્વાનુમતે
મંજૂરી આપવામાં આવી છે. મેયર સહિત વિવિધ કમિટીઓના ચેરમેન દ્વારા આ બજેટને પ્રજાહિત લક્ષી ગણાવી
આવકારવામાં આવ્યું હતું. સ્ટેન્ડીંગ કમિટીની અગાઉ મળેલ
બેઠકમાં પરામર્શ માટે મૂકાયેલ મ્યુનિસિપલ કમિશ્નર રૂા.૧૭૪૪ કરોડ ડ્રાફ્ટ બજેટનો રિવ્યુ કરી શાખાઅધિકારીઓ સાથે ચર્ચા કરીને આવક
અને વાસ્તવિક ખર્ચના આંકડા મેળવી આવતાં મનપામાં પ્રથમવાર બજેટના કદમાં
ઘટાડો થયો હતો. કમિટી દ્વારા સુધારા સાથેનું૧૭૧૮ કરોડનું બજેટ ગત મંગળવારે
સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વાનુમતે સૌ સભ્યોએ મંજૂરીની મહોર
લગાવી હતી.