બોલીવુડના ખેલાડી એટલેકે, અક્ષય કુમારના ચાહકો માટે ગુડ ન્યૂઝ છે. સૌ કોઈ જાણે છેકે, અક્ષય કુમાર એક જ વર્ષમાં 3 થી 4 ફિલ્મો કરતો હોય છે. ત્યારે આ વખતે એક વર્ષની ત્રણ મહિનામાં અક્ષયની ત્રણ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.સોશિયલ મીડિયા પર અનેક લોકો અક્ષય કુમારને ટ્રોલ કરી રહ્યા છે કે તેઓ એક વર્ષમાં ચાર ફિલ્મો આપવાનું બંધ કરે. અક્ષય કુમારને લોકો કહી રહ્યા છે કે ભલે તેઓ વર્ષમાં એક-બે ફિલ્મો કરે પરંતુ પુરી તૈયારી સાથે કરે, અને સારી એક્ટિંગ કરે. પરંતુ આવા લોકોને આ સમાચાર ચોંકાવી શકે છે કે હવે વર્ષમાં ચાર નહીં પરંતુ ત્રણ મહિનામાં અક્ષય કુમારની ત્રણ ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે. અક્ષયની આ ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. જેમાંથી બે તો સિનેમાઘરોમાં રિલીઝ થશે જ્યારે એક ફિલ્મ ડાયરેક્ટ OTT પર પ્રસારીત થશે. 74 દિવસમાં અક્ષય કુમારની આ ત્રણ ફિલ્મ દર્શકો સુધી પહોંચશે.રક્ષાબંધન અને રામ સેતુની તારીખો પહેલાથી જ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હાલ મુદ્દો કઠપૂતળીનો છે. આ ફિલ્મ તમિલ સાયકોલોજિકલ થ્રિલર રક્ષાસન(2018)ની હિન્દી રિમેક છે. અગાઉ આ ફિલ્મનું નામ મિશન સિન્ડ્રેલા હતું, પરંતુ તાજેતરમાં નિર્માતા-દિગ્દર્શકે તેનું શીર્ષક બદલીને કથપુતળી કરી દીધું છે. ફિલ્મમાં અક્ષય સાથે રકુલ પ્રીતસિંહ, ચંદ્રચુર સિંહ અને સરગુન મહેતા જોવા મળશે. રણજીત તિવારી અગાઉ ફરહાન ખાન સાથે લખનૌ સેન્ટ્રલ (2017) ફિલ્મ બનાવી ચૂક્યા છે. કઠપૂતળીને મિશન સિન્ડ્રેલા નામથી પહેલા થિયેટરોમાં રિલીઝ કરવાની હતી, પરંતુ ભૂતકાળમાં થિયેટરોમાં થ્રિલર ફિલ્મોની નિષ્ફળતા બાદ તેને સીધી OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્માતાઓ ટૂંક સમયમાં પ્લેટફોર્મની જાહેરાત પણ કરશે.
Home News Entertainment/Sports અક્ષય કુમારની એક વર્ષમાં ચાર નહીં પણ ત્રણ મહિનામાં ત્રણ ફિલ્મો થશે...