અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટની સગાઈમાં બૉલિવૂડ સેલેબ્સનો જમાવડો..

0
356

ગોળ-ધાણા અને ચુંદડી વિધા બાદ રિંગ સેરેમની, આમ પરંપરાગત વિધિસર રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈ સંપન્ન થઈ. આ સગાઈમાં બૉલિવૂડ જગત સહિત અને રાજકારણીઓની પણ નોંધપાત્ર હાજરી જોવા મળી. આજે એટલે કે 19 જાન્યુઆરી 2023ના રોજ ગુરુવારે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગપણ વિધિ પૂરી કરવામાં આવી ત્યારે અંબાણી પરિવારમાં હર્ષોલ્લાસનો માહોલ છે. પ્રીવેડિંગ વિધિઓ થઈ રહી છે. બુધવારે રાધિકાના હાથમાં અનંતના નામની મહેંદી રચાઈ તો ગુરુવારે તેમનું સગપણ કરવામાં આવ્યું. આમ લગ્ન પહેલાની વિધિઓમાં એન્ટિલિયામાં બૉલિવૂડ જગત પણ જોવા મળ્યું.