હવે અનુ મલિકની જગ્યાએ હિમેશ રેશમિયા ઈન્ડિયલ આઈડલમાં જજની ખુરશી સંભાળશે. અનુ મલિક પર સતત મીટૂના આરોપ લાગી રહ્યા છે. જે બાદ અનુ મલિકે કહ્યું હતું કે તેઓ ત્રણ અઠવાડિયાનો બ્રેક લઈ રહ્યા છે.હવે ઈન્ડિયન આઈડલમાં હિમેશ રેશમિયાના આવવાથી નથી લાગી રહ્યું અનુ મલિક પાછા આવશે.હિમેશ રેશમિયાએ ઈન્ડિયન આઈડલને જોઈન કરવા પર પ્રતિક્રિયા આપી છે. હિમેશે ટીઓઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ સતત આ શો જોઈ રહ્યા છે. એટલે તેઓ પ્રતિસ્પર્ધીઓને જાણે છે. એવામાં વચ્ચેથી શો જોઈન કરવાની તેમને કોઈ સમસ્યા નથી. જ્યારે તેને પુછવામાં આવ્યું કે શું તેઓ માત્ર 3 અઠવાડિયા સુધી ઈન્ડિયન આઈડલનો ભાગ રહેશે, ત્યારે હિમેશે કહ્યું કે તેઓ પોતાની તારીખો જોઈ રહ્યા છે. તેમને લાગ્યું કહ્યું છે કે તેઓ શોના અંત સુધીમાં તેનો ભાગ રહેશે.અનુ મલિકની સામે ગાયિતા સોના મોહપાત્રા અને નેહા ભસીને મોરચો ખોલ્યો હતો.બંને ગાયિકાઓએ અનુ મલિક પર શોષણનો આરોપ લગાવતા કહ્યું હતું કે તેમને ઈન્ડિયન આઈડલના જજની ખુરશી પર બેસવાનો કોઈ હક નથી. જે બાદ અનુ મલિકે એક ઓપન લેટર લખીને પોતાનો પક્ષ રાખ્યો હતો અને તપાસની વાત પણ કહી હતી.