અપારશક્તિ ખુરાના એક્સરસાઇઝ કરીને ફિટ રહેવા માટે સમય ફાળવી રહ્યો છે

0
1113

આ લોકડાઉનમાં સેલેબ્સ ઘરે રહીને વિવિધ પ્રવૃતિઓમાં તેમનો સમય પસાર કરી રહ્યા છે. અપારશક્તિ ખુરાના આ સમયમાં એક્સરસાઇઝ કરીને ફિટ રહેવા માટે સમય ફાળવી રહ્યો છે. તેણે એક વીડિયો શેર કરીને ફની કેપ્શન પણ શેર કર્યું છે. તેણે લખ્યું કે, મમ્મી પપ્પાનું કહેવું હતું કે, પોતાના પગ પર ઊભું થવું જૂની વાત થઇ ગઈ, હાથ પર ઊભો થાય તો કંઈક વાત છે. એટલે મેં તેમણે જેમ કહ્યું તેમ કર્યું. વીડિયોમાં અપારશક્તિ ભીંતને ટેકો આપીને તેના માથા પર વજન રાખી પગ ઉપર કરે છે.

અપારશક્તિ આયુષ્માન ખુરાનાનો સગો ભાઈ છે જેણે સપોર્ટિંગ એક્ટરના ઘણા રોલ કર્યા છે. તેની સોલો લીડ હીરો તરીકેની આગામી ફિલ્મ હેલ્મેટ છે જેમાં તે પ્રનુતન બહલ સાથે દેખાવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here