અપેક્ષા કરતા ઓછી બેઠકો, છતાં BJP એ 6 રાજ્યોમાં કર્યું ક્લીન સ્વીપ

0
179

લોકસભા ચૂંટણી 2024 ના આજે પરિણામ જાહેર થયા છે. જો કે, દેશની સૌથી મોટી અને સત્તારૂઢ પાર્ટી ભારતીય જનતા પાર્ટી ને અપેક્ષા અને એક્ઝિટ પોલ્સ મુજબ બેઠક ન મળતા પાર્ટીની ચિંતા વધી છે. ચૂંટણીની દ્રષ્ટિએ મુખ્ય રાજ્યો પૈકી ઉત્તર પ્રદેશમાં ભાજપનું અણધાર્યું પરિણામ સામે આવ્યું છે. અહીં, પાર્ટીએ 31 બેઠકો જીતી છે જે વર્ષ 2019માં 62 હતી. જો કે, પાર્ટીએ કેટલાક રાજ્યોમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ભાજપે મધ્યપ્રદેશ , હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ , ઉત્તરાખંડ, દિલ્હી અને કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન અને નિકોબારમાં ક્લીન સ્વીપ કર્યું છે.