અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ….

0
175

બોલિવૂડ અભિનેતા ગોવિંદાને મંગળવારે રાત્રે અતિશય થાક અને ઓવરવર્કને કારણે તબિયત લથડતા મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તબિયત સુધરતા તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. હોસ્પિટલમાંથી બહાર આવીને ગોવિંદાએ જણાવ્યું કે હવે તેઓ પોતાને ફિટ રાખવા માટે યોગ પર ધ્યાન આપશે. તેમણે ચાહકોનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ સલમાન ખાનના પ્રોડક્શનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ દ્વારા જલ્દી પરત ફરશે.બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાને મંગળવારે રાત્રે તબિયત લથડતા મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ, 61 વર્ષીય અભિનેતા અચાનક બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ પરિવારના સભ્યો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. આ સમાચારથી તેમના ચાહકોમાં ચિંતાની લહેર દોડી ગઈ હતી.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોવિંદાની તબિયતમાં હવે ઘણો સુધારો છે અને ડોક્ટરોની સલાહ બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલમાં તેઓ આરામ કરી રહ્યા છે અને તેમને કેટલીક દવાઓ ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે ગોવિંદાએ હસતાં હસતાં મીડિયા સાથે વાતચીત કરી હતી અને પોતાના સ્વાસ્થ્ય વિશે ખુલીને વાત કરી હતી.