ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે યુ 20 મેયરલ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. યુ 20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશવિદેશના ડેલિગેટ્સે હેરિટેજ વૉક કરીને અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો હતો. સ્વામીનારાયણ મંદિરથી લઈને જામા મસ્જિદ સુધીની હેરિટેજ વૉક દરમ્યાન કવિ દલપતરામ ચોક, કેલિકો ડોમ, અષ્ટપદાજી દેરાસર, હરકુંવર શેઠની હવેલી, માણેકચોક, રાણીનો હજીરો સહિત ૨૨ જેટલા ઐતિહાસિક વારસાની ધરોહર સમા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ધર્મસ્થાનો, કોતરણીકામ, પોળ, ઓટલા, ચબૂતરા સહિતનાં સ્થાપત્યોને જોયાં હતાં.