અમદાવાદમાં ટાઇટલ જીતીને RCBએ રચ્યો ઇતિહાસ…….

0
342

IPL 2025 માં મંગળવારે નવો ઇતિહાસ રચાયો, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને છ રને હરાવ્યું. આ સાથે 18 વર્ષથી સતત દિલ તૂટી રહેલા સિલસિલાનો પણ અંત આવ્યો. 3 જૂન, 2025 ની રાત્રે RCB ના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે પંજાબના બેટ્સમેન શશાંક સિંહ સામે છેલ્લો બોલ ફેંકતાની સાથે જ આખું સ્ટેડિયમ અવાજથી ગુંજી ઉઠ્યું. આ ઐતિહાસિક જીત સાથે, RCB ટીમે નવો ઇતિહાસ રચ્યો છે.હકીકતમાં હવે RCB મુંબઈ ઇન્ડિયન્સ પછી બીજી ફ્રેન્ચાઇઝી બની ગઈ છે જેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને મહિલા પ્રીમિયર લીગ (WPL) બંને ટાઇટલ જીત્યા છે. RCB ની મહિલા ટીમે ગયા વર્ષે WPL માં સારું પ્રદર્શન કર્યું હતું અને ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ એલિસા પેરી, સ્મૃતિ મંધાના અને રેણુકા સિંહ જેવી ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના આધારે RCBની મહિલા ટીમે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ઇતિહાસ રચ્યો. આ જીત માત્ર મહિલા ટીમ માટે ગર્વની વાત નહોતી, પરંતુ તે સમગ્ર RCB ફ્રેન્ચાઇઝ માટે એક મોટી સિદ્ધિ પણ બની.