Home News Entertainment/Sports અમિતાભ બચ્ચનના ઘરે રાતે આઠ વાગ્યા પછી ફિલ્મી લોકો માટે નો એન્ટ્રી

અમિતાભ બચ્ચનના ઘરે રાતે આઠ વાગ્યા પછી ફિલ્મી લોકો માટે નો એન્ટ્રી

0
1138

રાજા બુંદેલાએ અમિતાભ સાથે કામ કરવાનો અનુભવ શૅર કરતાં કહ્યું, ‘જ્યારે અમિતજી સાથે કામ કર્યું ત્યારે તેમના ઘરે જવું પડ્યું. બૉલીવુડના લોકો એકબીજાની બુરાઈ કરે છે, પણ અમિતજી ક્યારેય આવું નહોતા કરતા. અમિતજી બધાને ખૂબ સારી રીતે ટ્રીટ કરતા હતા પણ રાતે આઠ વાગ્યા પછી તેમના ઘરમાં ફિલ્મી દુનિયાના લોકોની એન્ટ્રી થઈ શકતી નહોતી. તેમનું માનવું હતું કે કામ, બિઝનેસ તેમની જગ્યાએ છે અને પરિવાર પોતાની જગ્યાએ છે. અમિતજી કામના સમયને અને પારિવારિક સમયને એકબીજાથી અલગ રાખવામાં માને છે.’