Home News Entertainment/Sports અમિતાભ બચ્ચનની પહેલી ગુજરાતી ફિલ્મ હિન્દીમાં ડબ થઈ

અમિતાભ બચ્ચનની પહેલી ગુજરાતી ફિલ્મ હિન્દીમાં ડબ થઈ

0
679

અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’થી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. હવે આ ફિલ્મ હિન્દીભાષી દર્શકો માટે ‘અનફિલ્ટર્ડ નારી’ નામે ડબ કરીને રિલીઝ કરવામાં આવી છે. જય બોડાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ ચિંતન પરીખ નામના એક યુવકની અનોખી સફર પર આધારિત છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ચિંતન જીવનમાં બધી મહિલાઓથી પ્રભાવિત રહે છે, પરંતુ એક દિવસ તેને મહિલાઓને સમજવાની અદ્ભુત અને અનોખી શક્તિ મળી જાય છે. આવી શક્તિ બીજી કોઈ વ્યક્તિ પાસે નથી. આ ફિલ્મ ચિંતનની આ ખાસ સફર અને આ શક્તિના તેના જીવન પર પડતા પ્રભાવને દર્શાવે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ફિલ્મમાં મુખ્ય પાત્ર ચિંતનના પિતાની ભૂમિકા ભજવી છે