અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિની 16મી સિઝન નો પ્રોમો શેર કર્યો

0
222

અમિતાભ બચ્ચનની દરેક ફિલ્મની જેમ ‘કૌન બનેગા કરોડપતિ’ની પણ આતુરતાથી રાહ જોવાતી હોય છે. અમિતાભ બચ્ચનના ક્વિઝ શો ‘ કૌન બનેગા કરોડપતિ’ની 15 સિઝન આવી ચૂકી છે. ત્યારબાદની સિઝનમાં અમિતાભ બચ્ચન ન દેખાય તેવી શક્યતા હતી. જો કે અમિતાભ બચ્ચનને 16મી સિઝનના આગમનની જાહેરાત કરી દીધી છે. નવી સિઝન માટે રજિસ્ટ્રેશનની તારીખો અંગે વાત કરતાં અમિતાભ બચ્ચને પ્રોમો શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર શેર થયેલા આ પ્રોમોમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, કૌન બનેગા કરોડપતિ 15ને ભારે મનથી અલવિદા કહ્યું હતું. આમ કરવાનું ઘણું કઠિન હોય છે. જો કે કૌન બનેગા કરોડપતિ 16નું રજિસ્ટ્રેશન 26 એપ્રિલે રાત્રે 9થી શરૂ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન પાછલા બે દાયકાથી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ સાથે જોડાયેલા છે. આ શોની ત્રીજી સિઝનને શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી. તે સિવાયની દરેક સિઝનમાં અમિતાભ બચ્ચને જ ‘દેવીયોં ઔર સજ્જનો’ સંબોધન સાથે ઓડિયન્સને જકડી રાખ્યું છે. 16મી સિઝનનું પ્રમોશન શરૂ થતાં અમિતાભ બચ્ચનના અવાજમાં આ સંબોધન ફરી સાંભળવા મળતાં ઓડિયન્સમા ઉત્સુકતા જોવા મળે છે.