અમિતાભ બચ્ચન ફિલ્મોથી લેશે લાંબો બ્રેક

0
1224

અમિતાભ બચ્ચન જલ્દી જ કામથી લાંબો બ્રેક લઈ શકે છે. જેથી શારીરિક થાકથી રાહત મળે અમે બીમારીથી બહાર આવી શકે.

બૉલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. એમને લીવરમાં સમસ્યાના લીધે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એક ન્યૂઝ રિપોર્ટના મુજબ અમિતાભ બચ્ચન જલ્દી જ કામથી લાંબો બ્રેક લઈ શકે છે. જેથી શારીરિક થાકથી રાહત મળે અમે બીમારીથી બહાર આવી શકે. સૂત્રથી મળેલી માહિતી અનુાસર બિગ-બીએ શૂટિંગ બંધ કરી દીધી છે. નાગરાજ મંજુળેની ફિલ્મ ઝુંડ ડિસેમ્બરમાં રિલીઝ થશે, એના બાદ અમિતાભ બચ્ચન બ્રેક પર ચાલ્યા જશે. અત્યાર સુધી અમિતાભનની બધી ફિલ્મોની શૂટિંગ માટે નિર્દેશકોએ રાહ જોવી પડશે. જયા બચ્ચન, શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચને અમિતાભ બચ્ચનને જોર આપીને કહ્યું કે તેઓ થોડા સમય આરામ કરે. આની પહેલા અમિતાભ બચ્ચનને કોલકાત્તામાં 25માં કોલકાત્તા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું હતું, પરંતુ તબિયત ખરાબ થવાના કારણે તેઓ ગયા નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here