અમિતાભ-રજનીકાંતનું 33 વર્ષે ઓનસ્ક્રિન રીયુનિયન…

0
355

ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત અને બિગ બી અમિતાભ બચ્ચન 33 વર્ષ બાદ ઓન સ્ક્રિન ભેગા થઈ રહ્યા છે. થલાઈવર 170 ટાઈટલ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. ફિલ્મને દેશના અલગ-અલગ વિસ્તારોમાં શૂટ કરવામાં આવશે. જેમાંથી મુંબઈનું શીડ્યુલ પૂરું થયું છે. આ પ્રસંગને યાદગાર બનાવતા ફિલ્મ મેકર્સે સુપરસ્ટાર અને શહેનશાહનો ફોટોગ્રાફ શેર કર્યો છે. લાઈકા પ્રોડક્શન્સના બેનર હેઠળ તૈયાર થયેલી આ ફિલ્મનું ડાયરેક્શન ટી.જે. જ્ઞાનવેલ કરી રહ્યા છે. પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર બંને સ્ટાર્સને એક જ ફ્રેમમાં દર્શાવતો ફોટોગ્રાફ શેર કર્યો છે. કેપ્શનમાં જણાવ્યું છે, જ્યારે 33 વર્ષ થલાઈવર 170ના સેટ પર સુપરસ્ટાર અને શહેનશાહનું રીયુનિયન થયું. આ ફિલ્મ લીજન્ડન્સનો ડબલ ડોઝ છે. રજનીકાંત અને અમિતાભ બચ્ચન સાથે મુંબઈ શીડ્યુલ પૂરું થયું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે દિગ્ગજોનો ફોટોગ્રાફ ઝડપથી વાઈરલ થયો હતો અને બંને સ્ટાર્સના ચાહકો રાજી થઈ ગયા હતા. આ ફોટોગ્રાફમાં થલાઈવર 170ના સેટ પર શૂટિંગને એન્જોય કરી રહેલા બંને સ્ટાર્સની સાહજિક અદા આ ફોટોગ્રાફમાં જોવા મળે છે. તેમાં અમિતાભ બચ્ચન સ્માર્ટ પર ફોન પર કશુંક જોઈ રહ્યા છે અને રજનીકાંતની ઉત્સુકત નજરો સ્માર્ટ ફોન પર મંડાયેલી છે. આ ફોટોગ્રાફમાં બંને એક્ટર્સના લૂક પરથી તેમની વાસ્તવિક ઉંમર જણાઈ રહી છે. સ્ટાઈલિશ અને અલગ અંદાજમાં તેમને સાથે જોવાની આ તક વર્ષો બાદ આવી છે. 33 વર્ષ અગાઉ રજનીકાંત અને અમિતાભ બચ્ચને ‘હમ’માં સાથે કામ કર્યુ હતું. તે સમયે પણ આ બંને દિગ્ગજો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દબદબો ધરાવતા હતા. સાઉથમાં રજનીકાંત અને હિન્દીમાં રજનીકાંતનો તપતો સૂરજ હતો. ‘હમ’ બ્લોકબસ્ટર પુરવાર થઈ હતી અને તેનાથી અમિતાભ બચ્ચનની કરિયરને લાભ થયો હતો. જ્યારે રજનીકાંતે ફરી સાઉથની વાટ પકડી હતી.

33 વર્ષ બાદ તેઓ સાથે ફિલ્મ કરી રહ્યા છે. આ ફિલ્મમાં એક મુસ્લિમ પોલીસ ઓફિસરની સ્ટોરી છે. નિવૃત્ત થયા પછી પણ આ ઓફિસરના માથે કેટલાક રહસ્યોનો ભેદ ખોલવાની જવાબદારી આવે છે. પોલીસ ઓફિસરનો રોલ રજનીકાંતે કર્યો છે. અમિતાભ બચ્ચનની સાથ રાણા દુગ્ગુબાટી, ફહાદ ફાસિલ, રિતિકા સિંઘ, મંજુ વરિયાર અને દસારા વિજયન પણ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની શક્યતા છે. રજનીકાંતની 17મી ફિલ્મ એક્શન-થ્રિલર છે. જેને લિયોના ડાયરેક્ટર લોકેશ કનગરાજ બનાવી રહ્યા છે.