અમિત શાહે કહ્યું – આરજેડી સત્તામાં આવશે તો જંગલ રાજ પાછું આવશે

0
200

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા મહાગઠબંધન અને એનડીએના સ્ટાર પ્રચારકોએ પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી છે. શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનડીએ તરફથી પ્રચાર કર્યો હતો. જ્યારે મહાગઠબંધન તરફથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કમાન સંભાળી હતી.

આરજેડી સત્તામાં આવશે તો જંગલ રાજ પાછું આવશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ભાઈ સાધુ યાદવનો ઉલ્લેખ કરતા રાજ્યની જનતાને કહ્યું હતું કે જો આરજેડી ફરીથી સત્તામાં આવશે તો જંગલ રાજ પાછું ફરશે.
ગોપાલગંજ જિલ્લામાં એક વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આ ચૂંટણી એ નક્કી કરવાની તક છે કે બિહારનું ભવિષ્ય કોને સોંપવું. એક તરફ ‘જંગલ રાજ’ની શરૂઆત કરનારા લોકો છે. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતીશ કુમારની જોડી છે, જેમણે વિકાસ કર્યો છે.