અમેરિકાના અબજપતિ થોમસ લીએ આત્મહત્યા કરી

0
289

અમેરિકાના નાગરિક અને અબજોપતિ ફાયનાન્સર તથા ઈન્વેસ્ટર  થોમસ એચ. લી  ન્યૂયોર્ક સ્થિત તેમના 767 ફિફ્થ એવેન્યૂ ખાતે આવેલી ઓફિસમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મીડિયા અહેવાલો પ્રમાણે મેનહટ્ટન કાર્યલય માં તેમનો મૃતદેહ મળ્યો છે. તેઓ એક સફળ અને સાહસિક રોકાણકાર હતા અને અબજો ડોલરની સંપત્તિ ધરાવતા હતા. તેમનું મૃત્યુ ગોળી વાગવાને લીધે થયું છે અને એવું પ્રતીત થયું હતું કે તેમણે પોતાની જાતને ગોળી મારી દીધી છે. એટલે કે તેમણે આત્મહત્યા કરી લીધી છે. થોમસ લીને પર્સનલ ઈક્વિટી રોકાણ તથા લીવરેજ્ડ બાય આઉટ્સના પાયોનિયર તરીકે ઓળખવામાં આવતા હતા.અમેરિકાના આ અબજપતિ બિઝનેસમેન તેમની ફર્મના હેડક્વાર્ટર ફિફ્થ એવેન્યી મેનહટ્ટન ઓફિસમાં 11:10 વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.