અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં નમસ્તે કાર્યક્રમમાં ભાગ લઇ તેઓ આગ્રા ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે તેમની પત્ની મેલેનિયા, ઈવાન્કા અને તેમના જમાઈ જેરેડ કુશનર પણ હાજર છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું સ્વાગતઆગ્રા એરપોર્ટ પર યુપી ગવર્નર આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું. ટ્રમ્પ પરિવારે વિશ્વના સાત અજાયબી પૈકીના એક તાજ મહેલની મુલાકાત લીધી હતી અને ભારતની વૈભવી સંસ્કૃતિના વખાણ કર્યા હતા.
ટ્રમ્પની આગ્રા યાત્રાને ખાસ બનાવવા માટે એરપોર્ટથી તાજમહાલ સુધીના રસ્તામાં 21 જગ્યાઓ પર 3000 કલાકાર ભારતીય કલા અને સંસ્કૃતિનો તેમને પરિચય કરાવશે.ઉત્તર પ્રદેશના સરકારી અને ખાનગી શાળાના 25000 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ ટ્રમ્પના સ્વાગત માટે લાવવામાં આવ્યા છે.
આગ્રા પહોંચ્યા બાદ મેયર નવીન જૈન ટ્રમ્પ પરિવારને રિસીવ કર્યા હતા. પ્રથમ વખત ભારત આવી રહેલા ટ્રમ્પને મેયર 600 ગ્રામ વજનની અને 12 ઈંચ લાંબી ચાવી, સગેમરમરથી બનેલા તાજમહેલનું મોડલ ભેટમાં આપશે. શહેરના મેયર તેમને આગ્રાના હેડ હોવાના પ્રતીક રૂપે ચાવી આપશે.
#trumpinindia
#namasteytrump