અમ્ફાન વાવાઝોડું પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારે ત્રાટક્યું

0
1160

અમ્ફાન વાવાઝોડું પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારે ત્રાટક્યું છે. આ 21 વર્ષ પછી આવું સૌથી ઝડપી તોફાન આવ્યું છે. આ પહેલા 1999માં ઓરિસ્સાના સમુદ્ર કિનારે વાવાઝોડું અથડાયું હતું. ઓરિસ્સાના ચાંદીપુરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. પારાદીપમાં 102 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ઉપરાંત સિક્કિમ અને મેઘાલયમાં પણ એલર્ટ આપ્યું છે. સાથે આગાહી કરી છે કે 185 કિમીની ઝડપથી પવન ફૂંકાશે. કોલકતા એરપોર્ટ આવતીકાલ સવારના 5 વાગ્યા સુધી બંધ કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here