અયોધ્યામાં રામમંદિરનિર્માણ માટે ટ્રસ્ટની નરેન્દ્ર મોદીની જાહેરાત

0
945

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મોદી સરકારે અયોદ્યામાં રામ મંદિરના નિર્માણ ટ્રસ્ટનું નિર્માણ કર્યું છે. ટ્રસ્ટમાં 12 સભ્યો હશે જેમાં ચાર મઠોના શંકરાચાર્યોને પણ સામેલ કરવાની યોજના છે. ઉપરાંત અખાડાના મહંત અને કેન્દ્ર-રાજ્ય સરકારના પ્રતિનિધિ પણ હશે.

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ પર પર ચુકાદો સંભળાવતાં કેન્દ્ર સરકારને મંદિરનિર્માણ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. તે સમયમર્યાદા નવ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થવાની હતી. વડા પ્રધાને સંસદમાં કહ્યું, “આજે સવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સુપ્રીમ કોર્ટના આદેશોને ધ્યાનમાં રાખીને આ દિશામાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે.” “મારી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે શ્રીરામજન્મસ્થળ પર ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ માટે અને તેની સાથે સંકળાયેલા અન્ય વિષયો માટે એક યોજના તૈયાર કરી છે.” “સુપ્રીમ કોર્ટના આદેશો પ્રમાણે એક સ્વાયત્ત ટ્રસ્ટ ‘શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના ગઠનનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.” “આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર ભવ્ય અને દિવ્ય શ્રીરામમંદિરના નિર્માણ અને તેની સાથે સંબંધિત વિષયો પર નિર્ણય લેવા માટે સંપૂર્ણરૂપે સ્વતંત્ર હશે.” “સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે વિચારવિમર્શ અને વાતચીત બાદ અયોધ્યામાં પાંચ એકર જમીન સુન્ની વકફ બૉર્ડને ફાળવવાનો અનુરોધ ઉત્તર પ્રદેશ સરકારને કરવામાં આવ્યો છે.” “તેના પર રાજ્ય સરકારે પણ પોતાની સહમતી આપી દીધી છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here