અયોધ્યામાં રૂ.650 કરોડના ખર્ચે ‘મંદિરોનું સંગ્રહાલય’ બનાવાશે

0
139

ઉત્તરપ્રદેશ સરકારની કેબિનેટે મંગળવારે અયોધ્યામાં રૂપિયા 650 કરોડના ખર્ચે ‘મંદિરોનું સંગ્રહાલય’ બનાવવા માટેના ટાટા સન્સના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણય અંગે જાણકારી આપતી વખતે પ્રવાસન મંત્રી જયવીર સિંહે કહ્યું કે, પ્રવાસન કંપનીને આંતરરાષ્ટ્રીય સ્તરના સંગ્રહાલય માટે 90 વર્ષ માટે એક રૂપિયાના ટોકન મની પર જમીન આપવામાં આવશે.

ટાટા સન્સે કેન્દ્ર સરકારના માધ્યમથી આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં પોતાના સીએસઆર ફંડ અંતર્ગત 650 કરોડના ખર્ચથી સંગ્રહાલય બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પ્રવાસન મંત્રીએ વધુમાં કહ્યું કે, કેબિનેટે મંદિર નગરી અયોધ્યામાં અન્ય વિકાસ કામો માટે કંપનીના રૂપિયા 100 કરોડના વધારાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. આ સાથે કેબિનેટમાં લખનઉ, પ્રયાગરાજ અને કપિલવસ્તુમાં જાહેર-ખાનગી ભાગીદારી(પીપીપી) મોડલ અંતર્ગત હેલીપેડ બનાવીને હેલિકોપ્ટર સેવા શરુ કરવાની બાબતને મંજૂરી આપી છે.