ગાંધીનગરમાં ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના 1465 સ્થળોએ આયોજિત કાર્યક્રમમાં બે લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સેક્ટર-27 પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશથી વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.રૂપાલ વરદાયિની માતાજી મંદિર, ઐતિહાસિક અંબાપુર વાવ અને અડાલજ ત્રિમંદિર ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં રાજભવન પરિવારના તમામ સભ્યોએ સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.
Home Gandhinagar આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ગાંધીનગરમાં ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની થીમ સાથે PM મોદીજી...






