પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓની કૃપા વર્ષભર મળી રહે છે. ઋષિઓનાં મતાનુસાર કહીએ તો મૃત્યુ બાદ જીવાત્મા ચંદ્રલોક તરફ ગતિ કરે છે અને ત્યાંથી પણ આગળ પિતૃલોકમાં જાય છે. આ મૃતાત્માઓને તેમના નિયત સ્થાન સુધી પહોંચાડવાની શક્તિ પ્રદાન કરવા માટે મરણોત્તર પિંડદાન અને શ્રાદ્ધની વ્યવસ્થા કરવામાં આવી છે. મહર્ષિ જાબાલિ મુજબ ‘પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, અતુલ ઐશ્વર્ય અને ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.’ જ્યારે માર્કન્ડેય પુરાણમાં ઋષિ કહે છે ‘ શ્રાદ્ધથી તૃપ્ત થઈને પિતૃઓ શ્રાદ્ધ કર્તાને દીર્ઘાયુ, સંતતિ, ધન, વિદ્યા, સુખ, રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે.’ જ્યારે મહાભારત અનુસાર ‘પિતૃઓની ભક્તિ કરનાર પુષ્ટિ, આયુ, વીર્ય અને લક્ષ્મી મેળવે છે.’ મહર્ષિ સુમન્તુનાં મત અનુસાર ‘સંસારમાં શ્રાદ્ધથી વધુ કલ્યાણકર માર્ગ બીજો કોઈ નથી. માટે બુદ્ધિમાન મનુષ્યે પ્રયત્નપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ.’
વિવિધ શ્રાદ્ધની તિથિઓ : 17મીએ અંગારકી સંકષ્ટ ચતુર્થી
તા.૧૪ સપ્ટેમ્બર શ્રાદ્ધપક્ષ-મહાલય પ્રારંભ, પ્રતિપદા-એકમનું શ્રાદ્ધ
તા.૧૫ સપ્ટેમ્બર બીજનું શ્રાદ્ધ
તા.૧૭ સપ્ટેમ્બર ત્રીજનું શ્રાદ્ધ, અંગારકી સંકષ્ટ ચતુર્થી
તા.૧૮ સપ્ટેમ્બર ચોથનું શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ
તા.૧૯ સપ્ટેમ્બર પાંચમનું શ્રાદ્ધ-કૃતિકા શ્રાદ્ધ
તા.૨૦ સપ્ટેમ્બર છઠ્ઠનું શ્રાદ્ધ
તા.૨૧ સપ્ટેમ્બર સાતમનું શ્રાદ્ધ
તા.૨૨ સપ્ટેમ્બર આઠમનું શ્રાદ્ધ
તા.૨૩ સપ્ટેમ્બર નોમનું શ્રાદ્ધ
તા.૨૪ સપ્ટેમ્બર દશમનું શ્રાદ્ધ
તા.૨૫ સપ્ટેમ્બર અગિયારશ અને બારશનું શ્રાદ્ધ તેમજ સંન્યાસીઓનું શ્રાદ્ધ
તા.૨૬ સપ્ટેમ્બર તેરશનું શ્રાદ્ધ
તા.૨૭ સપ્ટેમ્બર અસ્ત્ર-શસ્ત્ર-અપમૃત્યુવાળાઓનું શ્રાદ્ધ
તા.૨૮ સપ્ટેમ્બર ચૌદશ-પૂનમ-અમાસ, તિથિ યાદ ન હોય તેવાનું, સર્વપિતૃ અમાસ
તા. ૨૯ સપ્ટેમ્બર માતામહ શ્રાદ્ધ – શારદીય નવરાત્રિ પ્રારંભ