Home Gandhinagar આજે ગાંધીનગરનો 60મો સ્થાપના દિવસ : HAPPY B’DAY GANDHINAGAR

આજે ગાંધીનગરનો 60મો સ્થાપના દિવસ : HAPPY B’DAY GANDHINAGAR

0
103

ગુજરાતનું પાટનગર ગાંધીનગર આજે પોતાનો 60મો જન્મ દિવસ ઉજવી રહ્યું છે. 1960માં ગરવા ગુજરાતની સ્થાપના થયા બાદ અમદાવાદની ભીડભાડથી દૂર શાંત અને રમણીય સ્થળે ગુજરાતની રાજધાની સ્થાપવાનો વિચાર કરાયો અને 2જી ઓગસ્ટ 1965ના રોજ ગાંધીનગરની સ્થાપનાની પ્રથમ ઇંટ મૂકાઇ હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સન્માનમાં શહેરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું હતું. આ શહેરની ખાસિયત એ છે કે શહેર કોઇનું મૂળ વતન નથી, છતાં સૌના દિલમાં છે. છેલ્લા 5 દાયકામાં ગાંધીનગર ગુજરાતના કોઇપણ મોટા શહેરની સરખામણીએ સુવિધાસભર અને સુંદર બન્યું છે. ગાંધીનગરની સૌપ્રથમ ઇંટ મૂકાઇ હતી તે સેક્ટર-30 જીઈબી કોલોનીના ગેસ્ટ હાઉસ ખાતે શહેર વસાહત મહામંડળના અધ્યક્ષ અરૂણ બૂચ, શહેર વસાહત મહાસંઘના અધ્યક્ષ કેસરીસિંહ બિહોલા સહિતના અગ્રણીઓ, મેયર સહિતના પદાધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં કેક કાપી શહેરનો સ્થાપના દિવસ ઉજવવામાં આવશે.