આજે પાંચમા તબક્કાનું મતદાન,દિગ્ગજ નેતાઓનું ભાવિ EVMમાં થશે કેદ….

0
156

લોકસભા ચૂંટણી 2024 માટે ચાર તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. પાંચમા તબક્કાનું મતદાન આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 સીટ પર યોજાશે. શનિવાર સાંજે છ વાગ્યે આ સીટો પર ચૂંટણી પ્રચાર થંભી ગયો. મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરુ થશે અને 6 વાગ્યે સાંજના સમાપ્ત થશે. પાંચમા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઓડિશાની પાંચ, ઝારખંડની ત્રણ અને જમ્મુ કાશ્મીર તથા લદ્દાખની એક-એક સીટ પર મતદાન થશે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પાંચમા તબક્કાના મતદાન માટે 695 ઉમેદવાર મેદાનમાં છે. પાંચમા તબક્કામાં અમુક મુખ્ય ઉમેદવારમાં કોંગ્રેસના રાહુલ ગાંધી રાયબરેલી સીટથી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠી સીટથી, લખનઉથી રાજનાથ સિંહ, કૈસરગંજથી બૃજભૂષણ શરણ સિંહના દીકરા કરણ ભૂષણ સિંહ, રાજદ નેતા અને પાર્ટી સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્ય સારણથી, હાઝીપુરથી ચિરાગ પાસવાન, મુંબઈ ઉત્તરથી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને નેશનલ કોન્ફ્રેન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલા બારામૂલાથી ચૂંટણી લડી રહ્યા છે.