આજે રાજ્યોના CM સાથે ચર્ચા કરશે પીએમ મોદી

0
1059

કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈમાં કેવી રીતે આગળ વધવું છે, આ મામલે પીએમ મોદી આજે સવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ ચર્ચા એ સંકેતોની વચ્ચે હશે કે લાગુ કરવામાં આવેલ લોકડાઉનને તબક્કાવાર રીતે ખત્મ કરવાને લઈને કેન્દ્રિત હોઈ શકે છે. દેશમાં કોવિડ-19ના પ્રસાર બાદ મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની આ ત્રીજી વીડિયો કોન્ફરન્સ હશે.

સરકારના સૂત્રોએ સંકેત આપ્યા છે કે, મહામારીનો સામનો કેવી રીતે કરવો તેના ચર્ચા કરવા ઉપરાંત લોકડાનને તબક્કાવાર રીતે ખત્મ કરવા પણ ધ્યાન કેન્દ્રિત હોઈ શકે છે જે ત્રણ મે સુધી લાગુ છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા અને લોકોને રાહત આપવા માટે જુદા જુદા ક્ષેત્રોને ક્રમબદ્ધ રીતે છૂટ આપી રહી છે. જોકે કેટલાક રાજ્ય લોકડાઉનને ત્રણ મે બાદ પણ ચાલુ રાખવાના ઇચ્છુક છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કોરોના વાયરસના કેસ નિયંત્રણમાં રહે.

પીએમ મોદીએ રવીવારે પોતાની ‘મન કી બાત’ રેડિયો સંબોધનમાં કહ્યું કે, દેશ એક યુદ્ધમાં છે. તેમણે તેના પર ભાર મુક્યો કે લોકોએ સાવચેત રહેવાની જરૂરત છે. મોદી દ્વારા સાવચેતી પર ભાર એવા સમયે મુકવામાં આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય આર્થિક ગતિવિધિઓને ફરીથી પાટા પર લાવવા માટે લોકડાઉનમાં કેટલીક છૂટછૂટ આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here