શક્તિકાંત દાસે કહ્યું કે 50,000 કરોડ રૂપિયાની કિંમતના TLTRO 2.0ને લોન્ચ કરશે. તેમણે કહ્યું કે કોરોના સંક્રમણના કારણે આ સૌથી કાળો સમય છે અને આપણે અજવાળા તરફ જોવાનું છે. તેમણે કહ્યું કે ભારત માટે 1.9 ટકા GDP વૃદ્ધિનું IMFનુ અનુમાન G20 દેશોમાં સૌથી વધુ છે અને સાથે જ બેન્કોએ ઉચિત કાર્ય કરવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે કોવિડ-19ના પગલે આરબીઆઈ ખૂબ જ સક્રિય છે અને સ્થિતિની ખૂબ જ બારીકાઈથી નિરક્ષણ કરી રહી છે. કોરોના વોરિયર્સ જેમ કે ડોક્ટર, નર્સ, સોશિયલ વર્કરોએ ખૂબ જ કામ કર્યું છે. તેમણે કહ્યું કે પ્રી-મોનસૂન ખરીફની વાવણી આક્રમક કે ઝડપી રહી છે. ગત વર્ષેના એપ્રિલની સરખામણીમાં અનાજનો પાક 37 ટકા રહ્યો છે. 15 એપ્રિલે ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગે સામાન્ય દક્ષિણ પશ્ચિમ મોનસૂનનું પૂર્વ અનુમાન કર્યું છે.