આઝાદીના પર્વ પર 1380 શૂરવીરોનું થશે સન્માન : J&K પોલીસને સૌથી વધુ મેડલ

0
629

દેશ આઝાદીનો 75 મો પર્વ ઉજવી રહ્યો છે. આ સમયે દેશની સુરક્ષામાં સક્રિય રહેતા અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપનારા શૂરવીરોને સ્વતંત્રતા દિવસ પર સન્માન કરવામાં આવશે. આ વર્ષે 1,380 શૂરવીરોને ગેલેન્ટ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે પોલીસના આ જવાનો માટે આપવામાં આવતા પ્રેસિડેન્ટ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી, પોલીસ મેડલ ઓફ ગેલેન્ટ્રી, પ્રેસિડેન્ટ પોલીસ મેડલ ફોર ડિસ્ટિન્ગ્વિશ સર્વિસ સહિત અન્ય ગેલેન્ટ્રી એવોર્ડની જાહેરાત કરી છે.
વિશિષ્ટ સેવા માટે કરાશે સન્માનિત
મંત્રાલયના જણાવ્યા અનુસાર, પોલીસના 2 જવાનોને વીરતા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 628 જવાનોને વીરતા માટે પોલીસ મેડલ આપવામાં આવશે. આ ઉપરાંત 662 પોલીસ કર્મચારીઓની પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. 88 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. સરહદ પર તૈનાત આઇટીબીપીના 23 જવાનોને વીરતા માટે પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેઓ ચીન સરહદ પર તૈનાત રહી દેશની રક્ષા કરે છે. તેમાંથી 20 જવાનોને મે-જૂન 2020 માં પૂર્વ લદાખની અથડામણમાં બતાવેલી બહાદુરી માટે સન્માનિત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here