આમિર ખાન અને સની દેઓલ ફિલ્મ ‘લાહોર 1947’માં સ્ક્રીન શેર કરશે

0
335

આમિર ખાન અને સની દેઓલની ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. બંને આ ફિલ્મમાં સાથે કામ કરતાં જોવા મળશે. ઘણા સમયથી આ ફિલ્મની ચર્ચા ચાલી રહી હતી, જેની હવે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ આ ફિલ્મને રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરવાના હોવાનું જાણવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે આ ફિલ્મમાં સની દેઓલ સાથે આમિર ખાન સ્ક્રીન શેર કરી શકે છે. પરંતુ હજુ સુધી આના વિશે કંઈ ખાસ જાણવા મળ્યું નથી.છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે બોલિવુડ એક્ટર આમિર ખાન અને સની દેઓલ એક ફિલ્મમાં સાથે કામ કરશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મને ફેમસ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરવાના છે. હવે આખરે આ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે. ‘આમીર ખાન પ્રોડક્શન’ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું ટાઈટલ ‘લાહોર 1947’ રાખવામાં આવ્યું છે.