આર્ટીકલ 370: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી, કેન્દ્રને 4 સપ્તાહનો સમય આપ્યો

0
1134

સુપ્રીમ કોર્ટે આર્ટીકલ 370ને રદ્દ કરવા અને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો પરત કરવા સંદર્ભે દાખલ કરવામાં આવેલી અરજીઓ સોમવારે બંધારણીય પીઠ પાસે મોકલી દીધી હતી. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી ટાળી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી નેતા સીતારામ યેચૂરી, બાળ અધિકાર કાર્યકર્તા એનાક્ષી ગાંગુલી, કાશ્મીર ટાઈમ્સના કાર્યકારી સંપાદક અનુરાધા ભસીન, ડૉક્ટ સમીર કૌલ અને મલેશિયા સ્થિત NRI ઉદ્યોગપતિની પત્ની આસિફા મુબીને આ મામલે અરજી દાખલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here