આર્યા સીઝન 3 નું દમદાર ટ્રેલર થયું રિલીઝ…..

0
272

સુસ્મિતા સેનની વેબસરીઝ આર્યાની પહેલી સીઝન અને બીજી સીઝન લોકોને મનોરંજન પુરુ પાડવામાં સફળ રહી છે. ત્યારે હવે આર્યાની ત્રીજી સીઝન જોવા માટે લોકો આતુર છે. દર્શકોની આ આતુરતાનો અંત પણ ટૂંક સમયમાં આવવાનો છે કારણ કે આર્યા 3 ના ટ્રેલરની સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. આર્યા સીઝન 3 અંતિમ વારનું દમદાર ટ્રેલર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આર્યા અંતિમ વારનું ટ્રેલર જોઈને દર્શકો એક્સાઇટેડ થઈ રહ્યા છે. કારણ કે આર્યાની આ છેલ્લી સીઝન એક્શનથી ભરપૂર રહેવાની છે. 2.4 મિનિટના આ ટ્રેલરમાં આર્યાની પહેલી અને બીજી સીઝનની એક ઝલક પણ દેખાડવામાં આવે છે. છેલ્લે આર્યા બંદૂક સાથે જોવા મળે છે જે પહેલા પોતાને જ ગોળી મારી લે છે. જણાવી દઈએ કે ત્રીજી સીઝન સાથે જ આ સીરીઝ પણ પૂરી થઈ જશે. આ ટ્રેલર રિલીઝ થયાની સાથે જ ટ્રેન્ડ કરવા લાગ્યું છે.