પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કરી રહ્યા છે. દેશભરમાં કોરોનાવાયરસને કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મોદી લોકોને વિશેષ અપીલ કરી છે. આજે સમગ્ર દેશ એક લક્ષ્ય અને ઉદ્દેશ સાથે આગળ વધી રહ્યો છે. દેશવાસીઓએ કંઈને કંઈ કરવાનું નક્કી કર્યું છે. શહેર હોય કે ગામ તમામ સ્તરે એક મહાન યજ્ઞ ચાલી રહ્યો છે, સૌ કોઈ તેમા કંઈને કંઈક યોગદાન આપી રહ્યા છે. આજે આપણા ખેડૂતો દેશમાં કોઈ ભૂખ્યુ ન સુવે તેની ચિંતા કરે છે. કોઈ ભાડુ માફ કરે છે, કોઈ ખેતરના પાક કે શાકભાજી દાન આપી રહ્યા છે. અન્યોની મદદ માટે જે ભાવના છે તે કોરોના સામેની લડાઈમાં ભારતને શક્તિ આપી રહ્યું છે. હું નમ્રતા સાથે દેશવાસીઓને સર ઝુકાવી નમન કરું છું.