મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા લશ્કરી સંઘર્ષે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. અનેક સ્થળોએ હુમલાઓ ચાલુ છે. એક અહેવાલ મુજબ ઇઝરાયલી હુમલાઓમાં ઈરાનના સંરક્ષણ પ્રધાન અમીર નાસિરઝાદેહ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ કમાન્ડર મોહમ્મદ પાકપુર માર્યા ગયા છે. જોકે, ઇરાને હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ ઘટના પર આંતરરાષ્ટ્રીય સ્તરે તીવ્ર પ્રતિક્રિયા આવી રહી છે. ફ્રાન્સ, રશિયા, કતાર અને યુરોપિયન યુનિયન સહિત અનેક દેશોએ તણાવ ઓછો કરવા અને રાજદ્વારી ઉકેલ લાવવા હાંકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની તૈયારી બતાવી છે. ઇઝરાયલી હુમલામાં ઈરાનના સંરક્ષણ પ્રધાન અને ટોચના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કમાન્ડરના મોત થયાના દાવાથી સ્થિતિ વધુ વકરી છે.






