ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે 212 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી પહેલી ફ્લાઈટ

0
211

પેલેસ્ટાઈનના આતંકવાદી સમૂહ હમાસ સાથે ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ છોડવા માટે ઈચ્છુક 212 ભારતીયોને લઈને પહેલી ચાર્ટર ફ્લાઈટ ગુરુવારે બેન ગુરિયન એરપોર્ટથી રવાના થઈ. આ ફ્લાઈટ આજે વહેલી સવારે દિલ્હીના એરપોર્ટ પર લેન્ડ થઈ.સૂત્રોના જણાવ્યાં મુજબ આ ફ્લાઈટ સ્થાનિક સમય મુજબ રાતે 22.14 વાગે ભારત માટે રવાના થઈ હતી. ઓપરેશન અજય હેઠળ ઈઝરાયેલથી ભારત લાવવામાં આવેલા એક ભારતીય નાગરિકે કહ્યું કે ઈઝરાયેલમાં યુદ્ધ શરૂ થયા બાદ અમને ભારતથી અમારા પરિવાર અને મિત્રોના ફોન આવવા લાગ્યા હતા. બધા અમારા માટે ચિંતામાં હતા. હું અમાર માટે આ ઓપેરશન હેઠળ ઈઝરાયેલથી ભારત સુરક્ષિત લાવવા બદલ ભારત સરકાર અને ભારતના વિદેશ મંત્રાલયનો આભાર વ્યક્ત કરું છું. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે અમારી સરકાર કોઈ પણ ભારતીયને ક્યારેય પાછળ નહીં છોડે. અમારી સરકાર, અમારા પ્રધાનમંત્રી તેમની સુરક્ષા માટે, તેમને સુરક્ષિત ઘરે પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે. આપણા વિદેશમંત્રી ડો.એસ જયશંકર, વિદેશ મંત્રાલયની ટીમ, એર ઈન્ડિયાની આ ઉડાણના ચાલક દળના આભારી છે જેમણે આ શક્ય બનાવ્યું. આપણા બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ ઘરે પાછા લાવ્યા અને તેમના પ્રિયજનો પાસે પહોંચાડ્યા.