ઈડીએ સોનિયા ગાંધીની 6 કલાક પૂછપરછ કરી આજે ફરી હાજર થશે

0
251

નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ છ દિવસમાં બીજી વખત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આશરે છ કલાક સુધી પૂછપરછ કરી હતી. ઇડીએ સોનિયાને પૂછપરછ માટે આજે ફરી બોલાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગનો વિરોધ કરવા દેશના વિવિધ વિસ્તારોમાં ‘સત્યાગ્રહ’ કર્યો હતો.

સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર અને યંગ ઇન્ડિયા પ્રા.લિ માં સામેલગીરી અંગે આશરે 30 પ્રશ્નો પૂછાયાં હતાં દિલ્હીમાં ઇડી ઓફિસ ખાતે સવારે 11 વાગ્યે પૂછપરછ ચાલુ થઈ હતી અને તે આશરે અઢી કલાક ચાલી હતી. આ પછી 90 મિનિટના વિરામ પછી સાંજે 7 વાગ્યા સુધી પૂછપરછ ચાલુ રહી હતી.

કોંગ્રેસ પ્રમુખ ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે સવારે ઇડી ઓફિસ પહોંચ્યા હતા અને તેમની સાથે રાહુલ અને પ્રિયંકા ગાંધી હતા. પ્રિયંકા ગાંધી ઇડી ઓફિસમાં રહ્યાં હતા, જ્યારે રાહુલ કોંગ્રેસના વિરોધી દેખાવોમાં સામેલ થવા માટે નીકળી ગયા હતા.સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમાં કોંગ્રેસે રાહુલ ગાંધીના વડપણ હેઠળ દિલ્હીના વિજય ચોક ખાતે ઉગ્ર દેખાવો કર્યો હતો. પોલીસે રાહુલ ગાંધી અને બીજા કેટલાંક નેતાઓને અટકાયતમાં લીધા હતા. રાહુલે  જણાવ્યું હતું કે ભારતમાં પોલીસ રાજ છે અને મોદી કિંગ છે. કોંગ્રેસના નેતાઓ વિજય ચોકથી રાષ્ટ્રપતિભવન સુધી કૂચ કરવા માગતા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here