આઝાદીની લડત માટે જલિયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ગુજરાતના ઈતિહાસ માં થયો હતો. ગુજરાતની હેર નદી કિનારે 1922 માં સભામાં એકઠા 1200 જેટલા લોકો પર એંગ્રેજોએ ગોળીઓનો કાળો કેર વરસાવ્યો હતો. જેને લઈને શહીદોથી કુવો ભરાઈ ગયો હતો. ઈતિહાસના પાના પર ક્યાંય નથી ત્યારે 100 વર્ષ બાદ આ ઈતિહાસ દિલ્હીમાં રજુ થનાર ટેબલો માં દેખાશે, જેને લઈને આ વિસ્તારના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે.
આઝાદીના સંગ્રામમાં 1919 ના જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઈતિહાસના પાના પર અંકિત થયેલ છે. પરંતુ આઝાદીની લડતનો સાબરકાંઠાના વિજયનગરનો પાલ દઢવાવ ગામનો હત્યાકાંડ જલિયાવાલા કાંડ કરતા પણ મોટો હત્યાકાંડ હતો. દેશને આઝાદ કરવા અનેક આંદોલનો થયા પણ આ વનવાસી લોકો માટે 1922 ની 7 માર્ચનો દિવસ વિજયનગરના આદીવાસી વિસ્તાર માટે કાળો સાબિત થયો હતો. રાજસ્થાનના મેવાડના જાણીતા સ્વાતંત્ર સેનાની મોતીલાલ તેજાવત બ્રિટિશ સરકાર સામે લગાન વધારવા અને જુલમ સામે પાલ ગઢવાવ પાસે આવેલ નદી પાસે આવેલ આંબા હતા હતા અને એની પાસેના મેદાનમાં સભા બોલાવી હતી. જેમાં રાજસ્થાન અને ગુજરાતના પોશીના અને વિજયનગરના આસપાસના અનેક ગામડાઓના લોકો આવ્યા હતા. આ સભાના સમાચાર જાણી બ્રિટિશ અર્ધ લશ્કરી દળો ગોઠવાઈ ગયા હતા. આ સમગ્ર લડતમાં બ્રિટીશ સરકારે મોતીલાલ તેજાવતને પકડી પાડવા આદેશ આપ્યા હતા. પરંતુ જ્યારે વાતચીત થઈ રહી હતી તે દરમિયાન જ ગોળી છુટતા એકઠા થયેલા લોકો પર એંગ્રેજોએ કાળો કેર વરસાવીને ખુની ખેલ ખેલ્યો હતો.