બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં નિધન

0
947

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું ઈરફાન ખાનનું નિધન લૉકડાઉનમાં થયું છે. આથી જ નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં કરવામાં આવશે. ઈરફાન ખાનના જનાજામાં માત્ર 20 લોકોને જવાની પરવાનગી આપવામાં આવી છે. સૂત્રોના મતે, ઈરફાન ખાનની અંતિમ યાત્રામાં બોલિવૂડ સેલેબ્સને સામેલ થવાની મંજૂરી મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here