ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, મુસાફરોથી ભરેલી બસ અલકનંદા નદીમાં ખાબકી

0
291

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના ઘટી છે. જ્યાં ઘોલતીર વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક બસ બેકાબૂ થઈ અલકનંદા નદીમાં ખાબકી. અકસ્માત દરમિયાન લગભગ ચારથી પાંચ લોકો બારીમાંથી કૂદી ગયા. દુર્ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. આ બસમાં અંદાજિત 18-20 મુસાફરો સવાર હતા. જેમાંથી આઠ લોકોને બહાર કાઢી લેવાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બચાવ ટુકડીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.