ઉત્તરાયણ નિમિત્તે ગાંધીનગરમાં કરૂણા અભિયાન કાર્યક્રમ યોજાશે

0
373

ગાંધીનગર જિલ્લામાં ધાયલ થયેલ પશુ- પક્ષીઓની જાણ કંટ્રોલ રૂમ નંબર- ૯૪૮૪૮૭૬૪૫૧ અને ૮૩૨૦૦૦૨૦૦૦ પર કરો

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન ઉજવવામાં આવે છે. કરુણા અભિયાનમાં પક્ષીઓને બચાવવા અંગે આજરોજ જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી એસ.એમ.ડામોરના અધ્યક્ષ સ્થાને પશુપાલન વિભાગના ર્ડાકટરો, જીવ દયાપ્રેમી સ્વૈચ્છિક સંસ્થાઓ અને પક્ષી પ્રેમીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પક્ષીઓને બચાવવા કરવામાં આવનાર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી એસ.એમ.ડામોરે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં ઉત્તરાયણના પર્વમાં ધાયલ થયેલા પશુ- પક્ષીઓને સારવાર આપવા માટે દર વર્ષથી જેમ આ વર્ષે પણ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી- ૨૦૨૨ દરમ્યાન કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવશે. આ સમય દરમ્યાન કોઇ પક્ષી ઘાયલ થાય તો તે અંગેની જાણ નાગરિકો સરળતાથી કરી શકે તે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. કોઇપણ નાગરિક ધાયલ થયેલા પશુ- પક્ષીઓની સેવા માટે મોબાઇલ નંબર – ૯૪૮૪૮૭૬૪૫૧ અને ૮૩૨૦૦૦૨૦૦૦ પર કરી શકશે.
નાયબ વન સંરક્ષકશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મોર, ધુવડ, સમડી જેવા શિડયુઅલ પક્ષીઓ ધાયલ થાય તો તે અંગેની જાણ તાત્કાલિક વન ખાતાને કરવા નાગરિકો અને પશુ દવાખાના ર્ડાકટરોને ભારપૂર્વક જણાવ્યું હતું.
પશુપાલન અધિકારી શ્રી એસ.આઇ.પટેલે જણાવ્યું હતું કે, ધાયલ થયેલા પશુ- પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઉત્તરાયણના તહેવારમાં પણ જિલ્લાના તમામ પશુ દવાખાનાઓ ચાલું રહેશે. ધાયલ થયેલા પશુ- પક્ષીને નજીકના દવાખાનામાં પણ નાગરિકો લઇ આવશે, તો તેની સારવાર કરાવી શકશે.
મામલતદાર શ્રી ર્ડા. જીનલ શાહે જણાવ્યું હતું કે, ગતૂ વર્ષથી જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના તહેવાર બાદ દોરી ગૂંચળાનો જથ્થો જે કોઇ નાગરિકો નજીકના પશુ દવાખાના અથવા વન ખાતાની કચેરીમાં જમા કરાવશે, તેમને ૧ કિલોગ્રામ જેટલી દોરી પણ રૂપિયા ૩૦/-નું વળતર ચુકવવામાં આવશે. તેમજ ચાઇનીઝ દોરી પર કોઇ પંતગ ચગાવતું હોય કે વેચાણ કરતું હોય તો કંટ્રોલ રૂમ પર કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લાની વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાના અગ્રણીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here